STORYMIRROR

Krupali Chaklasiya

Abstract Others

3  

Krupali Chaklasiya

Abstract Others

ફરી મળે કે ના મળે

ફરી મળે કે ના મળે

1 min
155

ચાલ માણી લઈએ આ જિંદગીનાં અમુલ્ય પળોને,

પછી ઢળતાં સૂરજની સાથે તે ફરી મળે કે ના મળે..


ચાલ નિભાવી લઈએ આજે દોસ્તીની હર એક કસમ,

પછી વિતેલા વર્ષોની સાથે તે ફરી મળે કે ના મળે..


ચાલ પરોવી લઈએ એ વિખેરાયેલી યાદોને,

પછી તેને સહેજવા આપણે ફરી મળીએ કે ના મળીએ..


ચાલ કરી લઈએ ફરી એકવાર તાંતણારૂપી ભરોસો,

પછી તે ભરોસાને કાયમ રાખવા માટે દોરો મળે કે ના મળે..


ચાલ જીવી લઈએ આજે આ ખૂબસૂરત જિંદગીને,

પછી તેને જીવવા માટે આ જીવન રહે કે ના રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract