STORYMIRROR

Neha Purohit

Classics Romance

4  

Neha Purohit

Classics Romance

નિસાસો

નિસાસો

1 min
26.5K


બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,

ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.

ઝરણ જેવું હળવેકથી હું વહું ત્યાં,

ભરે બાથમાં થઈને સમદર નિસાસો.

તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારાં,

મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.

ગળે હાર હીરાનો સૌને દીસે છે,

ન દેખાય ભીતરનું જડતર - નિસાસો.

દિવસભર તો નાચ્યા કરે શહેરભરમાં,

રમે રાસ રાતેય ઘરઘર નિસાસો.

જરા સમતા આંજી કરી આંખ રાતી,

જુઓ, કેવો થાતો ત્યાં થરથર નિસાસો.

ફર્યો શું યયાતિનો કર એના માથે? 

જરાયે નથી થાતો જરજર નિસાસો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics