નદીના કિનારા
નદીના કિનારા
તું અને હું એક નદીના કિનારા,
નથી એક છતાં સાથે સાથે વહેનારા.
થઈ જાય એક જો હૈયા તારાને મારા,
બનીએ એકમેકનાં જીવતરના સહારા.
કરીએ તોફાન, લડી - ઝઘડી સાથે રહેનારા,
તો યે એકમેકનાં હાથ પકડી ચાલનારા.
આજ છે દિન આ સોહામણો,
આપું એક વચન મારાં હૃદયનાથ પ્યારા.
ના લડું, ઝઘડું ક્યારેય તારી સાથે મારાં પ્રાણ પ્યારા,
બસ બની રહીએ એકમેકનાં હૈયાના હાર ન્યારા.
પ્રણયના આભમાં વિહારનારા,
આજ બનીએ એકમેકના જીવતરના સહારા.