STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

નાચે નાચે નંદનો નાનડિયો

નાચે નાચે નંદનો નાનડિયો

1 min
262


નાચે નાચે નંદનો નાનડિયો,

તા થનક થનક તા થઈ.

તાલ બંધ તાલ વાગે,

હાં, લાલ મોરલી બજાવે લઈ. નાચે૦

નારદ નૃત્ય કરંતાઅ આગે,

હાં રે નાચે રાધા સખીઓ લઈ. નાચે૦

બ્રહ્મા વેદ ભણંતા આગે,

હાં રે ત્યાં સૂર્ય સ્થંભી રહ્યો મોહી. નાચે૦

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

હાં રે કૃષ્ણજીએ મોરલી બજાઈ. નાચે૦


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics