Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Classics

4  

ચૈતન્ય જોષી

Classics

મોસમ વરસાદની

મોસમ વરસાદની

1 min
460

મીટ માંડીને બેઠા કૃષિકાર, ક્યારે આવે મોસમ વરસાદની ?

એને હૈયે હો ચિંતા અપાર, ક્યારે આવે મોસમ વરસાદની ?

જળરાશિ થૈ સઘળે સૂની, ' ત્રાહિમામ' વહેતી' લૂ ' ઊની,

જળ એ જ જીવન આધાર, ક્યારે આવે મોસમ વરસાદની ?

સૂકાં ભઠ તરુવર પોકારે, નથી હરિયાળી વનરાજી આકારે,

મયૂર કરી રહ્યા છે ટહૂકાર, ક્યારે આવે મોસમ વરસાદની ?

ક્યારે વાદળ વરસે અનરાધાર, ક્યારે નદી સરોવરે ઊભાર ?

આભે ગાજવીજ પારાવાર, કયારે આવે મોસમ વરસાદની ?

ક્યારે વહેશે ખળખળ વારિ, હરખે અબાલ, વૃદ્ધ, નરનારી,

દેવ પર્જન્ય લૈ મેઘ સવારી, ક્યારે આવે મોસમ વરસાદની !

Rate this content
Log in

Similar gujarati poem from Classics