મોરપીંછ
મોરપીંછ


રાધા ઝૂરે છે કાનાની યાદમાં,
ને કાનાનું રોમ રોમ દાઝે.
રૂક્ષ્મણી વીંઝે વીંઝણો,
તોયે કાનાને નથી ચેન.
રૂક્ષ્મણીથી છાનું ને છપનું,
રાધાને કેમ મોકલું કે'ણ?
મુખથી ખેરવી પંખની સળી,
હળવેથી ફૂંક મારી મોકલી,
જઈ પડી રાધાને ખોળે.
સુંવાળો સ્પર્શ થતાં જ,
રાધાનું મુખડું મલકાય,
ને કાનાના દિલને વળી શાતા.