Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashok Patel

Inspirational

4  

Ashok Patel

Inspirational

મોરી માવડી

મોરી માવડી

1 min
387


જન્મ આપી જગમાં એવો અનોખો કર્યો,

અજાણ સૃષ્ટિમા શૂન્યમાંથી સર્જન કર્યો....


હૈયે વરસાવતી હેત લાડ લડાવ્યા અપાર,

ખોળે બેસાડી વ્હાલથી દિલનો દરિયો કર્યો... 


 નાની મારી ઝૂંપડી એમાં પ્રેમનો થતો વરસાદ 

હતી એ અજ્ઞાન છતાં જ્ઞાનથી ભરપૂર કર્યો...


રાત આખી જાગી અંતરમાં કરતી ઉજાસ,

દિલનો દીપ જલાવી સૂરજ ચાંદને ઝાંખો કર્યો...


ગીતડાં મીઠા ગાતી આંખોમાં અમી અમાપ,

સ્નેહના પૂર વહાવી સાગરને પણ મીઠો કર્યો...


ન જોતી તડકો છાંયો કામણ કરતી દિન-રાત,

પ્રેમના પાઠ ભણાવી પગથી પાંગરતો કર્યો...


આંખોમાં દેખી 'અશ્ક' વહેતા નયનોમાં નીર,

પ્રાર્થના કરતી પ્રભુને અવનિ પર આવતો કર્યો.


Rate this content
Log in

More gujarati poem from Ashok Patel

Similar gujarati poem from Inspirational