Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Paresh Makwana

Romance

3  

Paresh Makwana

Romance

મને યાદ છે, શું તને યાદ છે ?

મને યાદ છે, શું તને યાદ છે ?

1 min
213


યાદ છે મને તારું એ વાતવાતમાં નારાજ થવું,

શું તને યાદ છે ? મારું એ દરેક વાતમાં મનાવવું,


મને યાદ છે તારી એ નાની નાની ફરિયાદો,

શું તને યાદ છે ? મારી કોઈ નાનકડી યાદો,


મને યાદ છે તારું એ, મને જોઈને શરમાવું,

શું તને યાદ છે મારું તને જોઈને હરખાવું ?


મને યાદ છે એ આપણી પળ બે પળની મુલાકાતો,

શું તને યાદ છે આપણી એમાની કોઈ વાતો ?


મને યાદ છે તારું એ દિવસભરનું એકધારું બકબક,

શું તને યાદ છે મારા ચહેરાની ખામોશી ?


મને યાદ છે તારું એ પાગલોની જેમ હસવું,

શું તને યાદ છે મારું તારા વિના રાતભર રડવું ?


મને તો યાદ છે એ ઘણુંબધું

શું તને (પણ) યાદ છે એમાનું થોડુંઘણું ?


Rate this content
Log in