STORYMIRROR

Shruti Dave Thaker

Inspirational

3  

Shruti Dave Thaker

Inspirational

મમ્મી

મમ્મી

1 min
220

મમ્મી તુ બહુ જ ખરાબ છે, 

બાળપણમાં મારા મુક્ત મને

ફરવાની ઈચ્છા પર પાણી ફેરવી,

પોતાની આંગળી પકડીને ચલાવતી,

મમ્મી તુ બહુ જ ખરાબ છે, 


ઊંઘમાંથી ઊઠીને તોફાન મચાવાના ઈરાદાને બદલે 

મને રોજ નાસ્તો ને દૂધ આપીને બેસાડતી, 

મારૂ મન બહાર નીકળી ને ધમાલ મચાવાનુ હોય

તો તું મને ભણવા બેસાડી દેતી,

મમ્મી તુ બહુ જ ખરાબ છે.


આખો દિવસ ટીવીની સામે

બેસી રહેવાના સપનાને 

ઘરના કામ અને રસોઈ

શિખવાના હુકમથી ઠારી દેતી, 

મમ્મી તુ બહુ જ ખરાબ છે, 


દોસ્તો સાથેના ઝઘડામાં મારો પક્ષ ન લેતા 

જતુ કરવાનું હંમેશા શિખવાડી દેતી, 

ગળ્યું ખાવાની ઈચ્છા ને,

શાકભાજીની શીખમાં બદલતી,

મમ્મી તુ બહુ જ ખરાબ છે,


બહારની દુનિયાના મૃગજળ પાછળ,

દોટ મારતા મારા મનને,

પરિવારની માયામાં બાંધી લેતી, 

આખોય સમય મને સાચી સમજણ આપતી

આખોય સમય મારી ચિંતામાં રહેતી ને,

મારી માટે શમણાં ગુંથતી,

મમ્મી તુ બહુ જ ખરાબ છે, 


પણ....

આજે જ્યારે હું મમ્મી બની...

હું પણ તારા જેવી મમ્મી બનવા માંગુ છું...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational