STORYMIRROR

Rakesh Thakkar

Inspirational

4  

Rakesh Thakkar

Inspirational

માતૃ દિવસે વંદન

માતૃ દિવસે વંદન

1 min
175

મા તારો કેટલો હું માનું આભાર, 

તું ગીતા-કુરાન-બાઇબલનો સાર. 


નાના-મોટા સૌની કરાવે નૈયા પાર,

તારા એવા હોય છે જીવન સંસ્કાર.


અમારા દુ:ખનો તું ઉપાડે છે ભાર,

ના માનતી કે માનવા દેતી હાર.


મજા આવતી જ્યારે પડતો માર, 

જાણે પ્રેમાળ હાથનો ખાતો કંસાર.


માતૃ દિવસે વંદન કરું વારંવાર, 

સુખ–આનંદ મનમાં મળે અપાર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational