STORYMIRROR

Ranjan Joshi

Inspirational

3  

Ranjan Joshi

Inspirational

મારો પ્રેમ એટલે તું

મારો પ્રેમ એટલે તું

1 min
13.9K


હું તે તારો પ્રેમ ને મારો પ્રેમ એટલે તું

એને કોઈ સમજાવો કે પ્રેમ એટલે શું?

ગીત પંક્તિ સાંભળતા હું સ્મરું તારો ચહેરો

તારી વાતો સાંભળતાં હું બની બેસું છું બહેરો

લાગણીશૂન્ય બની શબ્દોની રમત રમતી તું

એને કોઈ સમજાવો કે પ્રેમ એટલે શું?

તારી ને મારી પીડા બની છે હવે સહિયારી

જીવ-શિવના મિલન જેવી જામી છે એકાકારી

આ મિલનમાં દ્વૈતના દ્વંદ્વને સર્જતી તું

એને કોઈ સમજાવો કે પ્રેમ એટલે શું?

સ્વર્ગસમું સુખ માણું છું હું તારી સંગાથે

દુ:ખની કોઈ રેખા પણ દીસે નહીં માથે

સુખનો CA બની સમયનો હિસાબ કરતી તું 

એને કોઈ સમજાવો કે પ્રેમ એટલે શું?

હસતાં, રોતાં, ગાતાં, લખતાં સ્મરું તને તે પ્રેમ

પળ પળનો સાક્ષી બનતો નીરખું ભરીને નેણ

સ્નેહમાં પણ શેહનો એ 'રંજ' લાવતી તું

એને કોઈ સમજાવો કે પ્રેમ એટલે શું?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational