STORYMIRROR

Abhijeet Mehta

Inspirational Classics Others

3  

Abhijeet Mehta

Inspirational Classics Others

મારી દુનિયા

મારી દુનિયા

2 mins
13.8K


મુખ પર મુસ્કાન લઈને ફરતો માણસ કાયમ મુસ્કરાતો ના હોય,

અને આંખમાં આંશુ લઈને ચાલતો માણસ કાયમ રડતો ના હોય;  

દરેક મનુષ્ય સ્વપ્નમાં જીવતો ના હોય,

અને સ્વપ્નમાં જીવનારને આ દુનિયાથી કોઈ નાતો ના હોય.

 

સ્વપ્નમાં વસીને લખું છું,

પણ લેખક નથી,

મરી લાગણીને પંક્તિમાં ભરું છું, પણ કવિ નથી;

ઘણું બધુ છે કહેવું તમને,

પણ મારા શબ્દકોષમાં હવે એ માટેના શબ્દો નથી.

 

પ્રેમની પંક્તિ લખું છું, પણ પ્રેમીથી,

રાજકારણ પર પણ લખું છું, પણ રાજકારણી નથી;

ખબર છે કે મારા લખાણમાં એ સ્વાદ નથી અને કવિતામાં એ રાગ નથી,

પણ શું કરું? આ બન્ને વિના હવે મારા જીવનનો કોઈ આધાર નથી.

 

મારા ચિત્રેલા ચિત્રો જોઈ લોકો ચિત્રકાર કહેતા,

મારી વાર્તા વાંચી કોઈક મને વાર્તાકાર કહેતા,

મારી કલાને ઓળખી લોકો મને કલાકાર કહેતા;

પણ હું કહું છું કે,

હું નથી કોઈ ચિત્રકાર, વાર્તાકાર કે કલાકાર,

પણ હું તો છું, આ દુનિયાનો ભાર.

 

મારી વાર્તામાં હું પાત્રોને મારતો, હસાવતો, રડાવતો પ્રેમ

કરાવતો, જીવાડતો;

પણ હકિકતમાં...!

હકિકતમાં તો હું જ મરતો, હસતો, રડતો, પ્રેમ કરતો, જીવતો.

દરેક સ્વપ્નમાં હું ખુલીને જીવેલો,

પણ હકીકતમાં...!

હકીકતમાં તો હું છું જ મરેલો.

 

કહેવું તો ઘણું છે એ માણસને પણ, સમય નથી મળતો,

સમય હોય છે જ્યારે, ત્યારે મને અવાજ નથી મળતો,

અવાજ પણ હોય છે જ્યારે, ત્યારે શબ્દ નથી મળતો,

અને બધુજ હોય છે જ્યારે, ત્યારે એ માણસ નથી મળતો.

 

એટલેજ કદાચ,

સમય, અવાજ, શબ્દ અને માણસ બધાને લઈને

હું રખડવા નીકળી પડું છું,

મારી દુનિયામાં,

 

વાર્તાની દુનિયામાં...

વાર્તામાં તો હું ખૂબજ શૂરવીર હોવ છું, હિંમતવાન અને

સબળો હોવ છું,

પણ હકિકતમાં તો હું એક્દમ ડરપોક અને નબળો હોવ છું.

 

એટલેજ રહું છું હું મારી સ્વપ્નની દુનિયામાં,

જ્યાં દાનવ પણ હું જ છું,

અને દેવ પણ હું જ છું;

ગુન્હો કરનાર પણ હું જ અને ન્યાય આપનાર પણ હું જ છું.

 

બસ આવીજ છે મારી દુનિયા,

સ્વપ્નમાં જ ચાલતી મારી દુનિયા.


Rate this content
Log in

More gujarati poem from Abhijeet Mehta

Similar gujarati poem from Inspirational