મારે તને કંઈક કહેવું છે
મારે તને કંઈક કહેવું છે
શબ્દોના દરિયાને પાર જઈ, મારે તને કંઈક કહેવું છે,
જ્યાં હોય તારો કિનારો મારે ત્યાં જ રહેવું છે,
એવી તે શું વાત છે તારી ચૂપકીમાં, એ વાત શોધું છું,
તારા મનના કમળોની જાદુગરીના હું એ રાઝ શોધું છું,
તું તારા સપનાંઓનો દીપ તો પ્રગટાવ,
હું તારા ભરોસાને મારા સાથનો દરિયો આપીશ,
તું તારા સપનાંઓને જીવ તો ખરા,
હું દરેક પરિસ્થિતિમાં તારો સાથ આપીશ.

