STORYMIRROR

Nita Sojitra

Inspirational

2  

Nita Sojitra

Inspirational

માણસ

માણસ

1 min
13.7K


સંબંધોના વનમાં ભૂલો પડતો માણસ,
એકાંતે પણ પાછો ખુદને જડતો માણસ.

સાવ અચાનક આવી ઉભો છે મધદરિયે,
ઓટ અને ભરતીની જેમ ઉછળતો માણસ.

આમ વિચારો તો સમજાશે સાર જીવનનો,
સૂરજ માફક ઉગતો ને આથમતો માણસ.

એકલતાની ભીંતો ઉપર રાત દિવસ બસ,
ઉમ્મીદોના ટહૂકાઓ ચિતરતો માણસ.

શ્રધ્ધાની એરણ પર રાખી જાત પછી એ,
ટીપી એને ઘાટ નવા કોઈ ઘડતો માણસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational