મા
મા
શુદ્ધ પ્રેમનું મૂર્તમંત સ્વરૂપ ગણાય છે મા
તોય ક્યાં કદી હાજરીમાં સમજાય છે મા
ના પહોંચી શકે ઈશ્વર દરેક જગ્યાએ કદી,
તેથી જ એનું સાક્ષાત રૂપ મનાય છે મા.
સ્વાર્થશૂન્ય હોય છે જીવન જેનું હંમેશાંને,
ત્યાગ અને સમર્પણ જેમાં દેખાય છે મા
હિત સંતાનનું જે વિચારીને જીવન જીવતી,
અલંકારે અનન્વય સમજી શકાય છે મા.
નથી વિરોધી ' માતા'નો ' કુમાતા' થઈ શકતોને,
કુપુત્રમાં પણ વાત્સલ્ય તો છલકાય છે મા.