મા
મા
અભણ ભલે હોય, તોય બાળકના દુઃખ ગણી લે છે. રોટલી માંગુ એક, તો આખી થાળી ભરી દે છે .આ તો મારી "મા" છે. મારા માટે કંઈ પણ કરી શકે છે. તેણે દુનિ ફરી નથી ,છતાં મને દુનિયા દેખાડી દે છે. નવ મહિના પેટમાં રાખી, દુનિયા કરતાં વધુ મને ઓળખી લે છે. આ તો મારી મા છે મારા માટે કંઈ પણ કરી શકે છે. એક સાડી માં આખી જિંદગી કાઢી છતાં મને રોજ નવા કપડાં લઈ દે છે. પોતે અડધી ભૂખી રહે, પણ મને છપ્પન ભોગ જમાડે છે. આ તો મારી "માં" છે મારા માટે કંઈ પણ કરી શકે છે. એક અક્ષર પણ લખતા આવડતું નથી, છતાં મારું નસીબ લખી દે છે. હું તો બગાડી પોતાની મને ખોળામાં સુવડાવી લેય છે. આ તો મારી "મા" છે મારા માટે કંઈ પણ કરી શકે છે. હંમેશા મારા માટે ચિંતા કરે છે. અને મારા માટે કોઈ પણ સાથે લડી લે છે. મુસીબત આવે જો મારા માથે, તેની ઢાલ બનીને ઊભી રહે છે. આતો મારી "મા" છે મારા માટે કંઈ પણ કરી શકે છે.

