લગ્નની સિલ્વર જ્યુબલી
લગ્નની સિલ્વર જ્યુબલી
તમારો પ્રેમ જાણે કે વાદળ
અમે તો વ્હાલનું એક ઝાકળ જ માંગ્યું,
તમે તો વાદળ થઈ વરસી જીવનને હરિયાળીથી ભરી દીધું.
તમારો પ્રેમ જાણે કે પૂરું થયેલ સ્વપ્ન,
અમે તો હાજરી માંગી તમારી માત્ર પાપણમાં,
તમે તો સપ્તરંગી સ્વપ્નનું જીવન બની આયખું આખું મહેકાવી દીધું.
પચ્ચીસ વર્ષનો સંગાથ તમે તો એવી રીતે નિભાવ્યો જાણે કે મહેંદી,
અમે તો ફક્ત હથેળી પર મહેંદીનો રંગ માંગ્યો,
તમે તો જીવન આખું અમારું રંગોથી ભરી દીધું !