Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Maulik Mehta

Inspirational

3  

Maulik Mehta

Inspirational

કુદરત તે મને ક્યાં જોયો છે

કુદરત તે મને ક્યાં જોયો છે

1 min
14K


છે ચાલવાનું અઘરું દુનિયામાં જાણું છુ હું,

પણ ખુલ્લા પગે દોડતા પણ કુદરત તે મને ક્યાં જોયો છે,


મળશે ઘણી નિષ્ફળતા જાણું છું હું,

પણ નિષ્ફળતાની સફળતામાં સફળ થતા કુદરત તે મને ક્યાં જોયો છે,


તું હસાવીશ તો હસી લઈશ રાડાવીશ તો રડી લઈશ,

પણ રડતા રડતા પણ હસતા કુદરત તે મને ક્યાં જોયો છે,



નથી સરળ વમળોમાં વહાણ ચલાવું જાણું છું હું કુદરત,

પણ વમળોને પણ મારા વિચારો વ્યક્ત કરતા કુદરત ને મને ક્યાં જોયો છે,


જાણું છું નથી સરળ લોકોનું સાચું વ્યક્તિવ જાણવું,

પણ મારા આત્મવિશ્વાસનું વ્યક્તિવ દર્શવાતા કુદરત તે મને ક્યાં જોયો છે,


સંબંધોને તૂટતાં ઘણા જોયા છે કુદરત મેં તારા રાજ માં,

પણ સંબંધ માં પ્રેમ પોરવતા કુદરત તે મને ક્યાં જોયો છે,


લે છે તું અનેક પરીક્ષા વાવાઝોડામાં ઝઝૂમવા,

પણ ચકવાત ની જેમ અવસરનો સામનો કરતા કુદરત તે મને ક્યાં જોયો છે,


આપીશ તું ઘણા કારણ ખુશી અને ગમ વ્યક્ત કરવાના,

પણ એમાં પણ સંતુલન સાથે જીવતા કુદરત તે મને ક્યાં જોયો છે,


અનેક લાગણીઓ વચ્ચે ઘણા સારા-ખરાબ વિચારોમાં તું લઇ જઈશ,

પણ એમાં પણ વિચારોના વૃંદાવનમાં ટહેલતા કુદરત તે મને ક્યાં જોયો છે,

ઘણા સપના અને આશોને ધ્વસ્ત કરી દઈશ જાણું છું હું,

પણ મૃગજળ માટે પણ વલખા મારતા કુદરત તે મને ક્યાં જોયો છે,


ઘણા સવાલોનો અધૂરા મૂકી ને સર્જીશ તું કસોટી જાણું છું હું,

પણ અધૂરા સવાલના પણ પુરા જવાબ આપતા કુદરત તે મને ક્યાં જોયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational