STORYMIRROR

Riten Antani

Inspirational

3  

Riten Antani

Inspirational

કોને ખબર પડી છે ?

કોને ખબર પડી છે ?

1 min
219

સાઈંઠે પહોચવા આવ્યા

ત્યારે ફાળ પડી કે،

હજુ સાચું જીવવાનું

તો બાકી છે,


શરીરને થોડું ટટ્ટાર કર્યું

ફરીને જીવવા માટે,

ત્યાં ખબર પડી કે

મણકાઓ ઘસાઈ ગયા છે,


આંખોને જ્યાં ખોલી

સ્વપ્નાંઓ જોવા માટે,

ત્યાં ખબર પડી કે

આંખોમાં તો મોતિયા છે,

(તો ઓપરેશન કરાવ્યું!)


દિલ પર હાથ રાખી

નવી જ સફર શરૂ કરી,

ત્યાં ખબર પડી કે

એક બે નસો જ બંધ છે,

(એટલે જ કદાચ ધડકન તેજ બની ને !)


મુઠ્ઠીઓ વાળી ફરી વખત

થોડું દોડી લેવા ગયા,

ત્યાં ખબર પડી કે

શ્વાસ તો સાવ ટૂંકા જ છે,

(હા અસ્થમા તો છે !)


સંતાનો સાથે બેસી

વાતો કરવાની ઈચ્છા થઈ,

પણ બધાં જ તેમની

જિંદગીમાં વ્યસ્ત નીકળ્યાં,


થોડાં અધૂરાં સંવાદો

ફરી કર્યા પત્ની સાથે,

ત્યારે ખબર પડી કે

તેને તો કાનમાં બહેરાશ નથી,

પણ લાગણીમાં ય મેનોપોઝ આવી ગયો છે,

પાછા શોધવા નીકળ્યો જૂના પુરાણા લાગણી ના સંબંધો,તો,મળ્યા ખાલી કૂવા !


મિત્રો, સ્વજનો, બધાંય પોતા ની જ ભાંજગડમાં ફસાયેલાં !

પ્રભુને શોધવા માટે ક્યાંય

સુધી ગયો !

પણ એ તો આધુનિક યુગમાં ક્યાં સંતાઈ ગયો છે,

એ જ ખબર નથી પડતી,

તો પછી,


શાંતિનો વાસ તો ક્યાં છે ?

કદાચ આ એક

જિંદગી તો ટૂંકી પડી !

કોને ખબર પડી,તે મને પડશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational