STORYMIRROR

shivani acharya

Drama

3  

shivani acharya

Drama

કિરણ

કિરણ

1 min
246

અંધકાર ભરેલા જગમાં,

એક પ્રકાશનું કિરણ શોધું છું.


ભૂરા વાદળથી ભરેલા આકાશમાં,

કંઈક છૂપાયેલા એક આશાનાં કિરણને શોધુ છું.


આજુ બાજુની ઊંચી ઈમારતમાં,

કંઈક અટવાઈ ગયેલા સૂર્યનાં કિરણને શોધું છું.


ઊભી રહું છું જઈ પોતાને અરીસામાં,

કંઈક કોઈ ન્યાયાધીશ તો કોઈ ગુનેગારને શોધું છું.


ભીડથી ભરચક સભામાં,

દુનિયાનાં દર્દ ભરેલા જખમનાં ઉપચારને શોધું છું.


મૂંઝવણથી ભરેલા મનની રાહમાં,

ઉપર આભ બાજુ જોઈ પોતાને શોધું છું.


Rate this content
Log in

More gujarati poem from shivani acharya

Similar gujarati poem from Drama