Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

JAGDISH MOCHI

Drama

3  

JAGDISH MOCHI

Drama

ખ્યાલ રાખજો

ખ્યાલ રાખજો

1 min
7.1K


ખ્યાલ રાખજો

હું આવું કે ના આવું,

તમે તમારો ખ્યાલ રાખજો.


આ બહુરંગી જિંદગીની ઘટમાળમાં,

જીવન ગોતે ન ચડે, ખ્યાલ રાખજો,


આ કાગળના પૈસાની આંધળી દોટમાં,

કોઈ ગરીબની હાય ન ચડે, ખ્યાલ રાખજો,


ફૂલોથી ભરેલા ઉપવનને પામવામાં,

પોતાનું ફૂલ ના મુરઝાય, ખ્યાલ રાખજો,


જગતમાં પ્રેમ બધે જ મળશે,

માની મમતા ના જાય, ખ્યાલ રાખજો,


આ જીવન સાગરમાં મોતી ગોતતા,

જીવન જળમાં ન જાય, ખ્યાલ રાખજો,


ઝુંપડા તોડી મહેલ બાંધવામાં,

સુખ ક્યારેય નહિ મળે, ખ્યાલ રાખજો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama