કાફલો
કાફલો
કેવા વળાંક પર ઉભો છે કાફલો,
અહીં થી જવાય હમણાં તરફ ને અહીં થી કદી તરફ,
અહીં થી જવાય ક્ષણ તરફ તો અહીં થી સદી તરફ.
કદી માં "હું અને તું"નો પરિચય મટી, આપણી "અમે" ને ઓળખાણ થઈ.
વળી રહ્યો છે સમય ભૂતકાળ માં
ને ક્યાંક આવે ન સમય ફરી પરિચય બની.
પરિચય થી ઉપર ઓળખાણ ની આગળ સંગાથ ની એક વાદળીએ ,
પ્રેમ ની હેલી સંગ લઈ ઝરમર વરસતા આપણે,
સમયના કાંટે નહી બંધાઈ ,નિરંતર ચાલતા આપણે,
એક શ્વાસ,એક મન,એક જીવન એક "હું" અને એક "તું".
ચાલ ફરી "કદી" ને "સદી" બનાવીએ,સાથે ફરી સમય વિતાવીએ.
શ્વાસ છે ગણેલા જિંદગીના
ચાલ,છેલ્લા શ્વાસ સુધી સંગ જીવી બતાવીએ.
