Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

k.g.oficcial Patel

Drama

3  

k.g.oficcial Patel

Drama

જિંદગી ત્યારે જીવવા જેવી લાગે

જિંદગી ત્યારે જીવવા જેવી લાગે

1 min
12.1K


ભરચક કામની વચ્ચે,

ઘરેથી ફોન કરીને કોઈ 

‘ક્યારે આવે છે ?’ 

એવું પૂછે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે કોઈને 

કશું પણ કહ્યાં વિના,

કોઈ આપણને પૂછે કે - 

"કેમ આજે ઉદાસ છે ?"

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


સાંજ પડે સૂરજની જેમ 

આથમી ગયા હોઈએ...

અને ઘરનો દરવાજો 

'દીકરી' ખોલે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


અંધારું ઊંચકીને ઘરે લાવીએ...

પણ રસોડામાંથી 

'મમ્મી' નામનું અજવાળું બોલે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,

અને પ્રેમથી પૂછે કે - 

"કેવી લાગુ છું ?"

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


ના પાડ્યા પછી પણ 

પરાણે એક કોળીયો મોઢામાં મૂકી,

કોઈ નજીકનો ખાસ મિત્ર

"ખવાય જશે" એવું કહે...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે વર્ષો જૂનો મિત્ર 

ફોન કરીને કહે કે - 

"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'..."

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,

ને આરતી ટાણે મંદિરમાં

એક 'પ્રાર્થના' સાંભળીએ...

ત્યારે જિંદગી "જીવવા જેવી" લાગે છે !


બે ટંક અનાજ માટે 

ફૂટપાથ પર બેસીને,

'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ..

ત્યારે આપણી જિંદગી "જીવવા જેવી" લાગે છે !


હોસ્પિટલના ખાટલા પર 

'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,

કોઈ બીજાની જિંદગી જોઈએ..

ત્યારે આપણી જિંદગી "જીવવા જેવી" લાગે છે..


આ વાંચીને,

તમારા ચહેરા પર

'સ્મિત' આવી જાય..

ત્યારે મને 

મારી જિંદગી "જીવવા જેવી" લાગે છે..


..ચાલ ને જીવી લઈએ આ જિંદગી

કારણ,

જિંદગી જીવવા જેવી છે.


Rate this content
Log in