ઝરૂખો
ઝરૂખો
રોજ સવારે સૂરજના પહેલા કિરણને નિહાળે નયન,
જઈને ઊભા ઝરૂખે.....
છતાંયે, સદાય મનને ઝંખે આ ઊગતા સોનેરી કિરણોનો આનંદ,
ઊગતા કિરણોમાં સદાય મારું જ સ્મરણ ..
જઈને ઊભા ઝરૂખે....
કેવું છે, આ ઋતુચક્ર ? નવ સમજ
આવે,
આ ધરા પર એક સરખા જ ઊગતા સૂરજના કિરણ,
એમાંય નયનો ભાળે કુલદીપ,
જઈને ઊભા ઝરૂખે....
વર્ષોના વ્હાણા વહી ગયા,
નિત્યનું રહી ગયું કાર્ય,
ઘડીએ સાથ છોડ્યા, ને ગાડી આવી આંગણ,
શાંત ઝરૂખે હવે કોણ ઊભા રહી નિરંતર વાટ્યું જોશે ?
હવે હું શાને પસ્તાય માનવ,
માની આંખ્યું સદાયને માટે મિચાય.
