ઝરણ નાદનાં જો વહેતા થયા
ઝરણ નાદનાં જો વહેતા થયા
ઝરણ નાદનાં જો વહેતા થયા,
નિજાનંદ માંહે રહેતા થયા.
નથી કોઈ પરવા, મળે સંકટો,
બધા સંકટો ને સહેતા થયા.
વધ્યું આજ કેવું ડહાપણ હશે?
કે પાગલ ને શાણા કહેતા થયા.
મથ્યો ઇશનો પ્યાર લેવા ભલે,
નથી કોઈ વાતે પ્રણેતા થયા.
નથી જાત પર જીત સ્હેજે મળી,
છતાં આજ શાને વિજેતા થયા?
