હરિ આવો
હરિ આવો
ઊભય મિલનની આશ ધરીને હરિ આવો તમે,
હેત હૈયામાં રાખી ફરીફરીને હરિ આવો તમે.
ક્યાં મળવું એ કરો નક્કી હરિવર આજે તમે,
મનસૂબો એવો મનમાં કરીને હરિ આવો તમે.
તમારાં સ્વાગત કાજે ઉરભાવો શણગાર્યા છે મેં,
ભૂલ અમારી વિસારી વિસારીને હરિ આવો તમે.
વ્યથા વિખૂટા જીવ તણી હરિ વિચારવી ઘટે,
પ્રેમાશ્રુઓ નયનમાં ભરીભરીને હરિ આવો તમે.
સદાય રહું છું તમારા વિચારોમાં માયાબંધ ભૂલી,
તવાગમને નેત્રો હરખે ઠરીઠરીને હરિ આવો તમે.
