હોય છે
હોય છે
જાત ભૂલી જીવવાનું હોય છે,
પ્રેમમાં તો આપવાનું હોય છે,
આબરૂ ખાતર જ જીવી જાય એ,
ત્યાં અલગ થઈ શોધવાનું હોય છે,
એ ચુકાદો આકરો લાગ્યો હતો,
આખરે એ છાપવાનું હોય છે,
બાળ રડતું ત્યાં અજાણ્યું જોઈને,
હેત સાથે ચાંપવાનું હોય છે,
સાદ ઈશ્વરનો કદી જો સાંભળે,
નામ એનું જપવાનું હોય છે,
ઢાળ મળશે, પ્રેમનો સ્વીકાર કર,
ને પછી તો ચાહવાનું હોય છે,
કામ ધંધો કામ આવ્યો ? આવશે ?
જિંદગીભર છાપવાનું હોય છે.
