હેતની હેલી
હેતની હેલી
ઝરમર ઝરમર વરસે, ઝરમર ઝરમર વરસે
આંખે એની હેતની હેલી, ઝરમર ઝરમર વરસે.
સૂરજ! સરીખી વહેલી જાગી ,માતા દાતણ ધીરતી.
ચડાવી ચૂલો ચોપડી ઘી આપે રોટલી નીતરતી.
પરોણાંને અમથી પણ ઝાઝી વીનવી વીનવી પીરસે. ઝરમર. ○....
ચાંદા સરીખી કોમળ માતા ,કાળજી સૌની રાખે.
સાજા માંદા પડે જો કોઈ, હેતનું ઓસડ આપે.
શમી જાતાં શોક પણ એનાં શીતળ શીતળ સ્પર્શે. ઝરમર○....
