રસ્તો
રસ્તો
1 min
14.2K
શાંત પડ્યો રહેતો કાળોમેશ અજગર છે રસ્તો
પૈડાંઓ’ને પગલાંઓની ઝડપે ગતિ કરે છે રસ્તો.
ધગધગતાં સૂર્યને જોઈ ઈર્ષાથી બળે છે રસ્તો
ચાંદની સંગ ચંદ્રને જોઈ મધુરું ઠરે છે રસ્તો.
ક્યારેક દુલ્હનોની ડોલીથી રણકે છે રસ્તો,
ક્યારેક નનામીના પગલાં કચડે છે રસ્તો.
આમ તો મૂંગોમંતર છતાંયે ગાજે છે રસ્તો,
અનેક સ્થળોએ ફરતો છતાં સ્થિર છે રસ્તો.
હોય રંક કે રાય સાચી રાહ ચીંધે છે રસ્તો,
ફેંકો કચરો કે થુંકો તોય ક્યાં કંઈ બોલે છે રસ્તો!
