વરસ્યો વરસાદ આજ
વરસ્યો વરસાદ આજ
1 min
27.7K
વરસ્યો વરસાદ આજ વરસ વરસ,
લાગી છે ધરણીને તરસ તરસ.
ભીની માટીની આવે મહેક મહેક,
નાચે છે મોરલાઓ ગહેક ગહેક.
ધોરીડાંઓને પાડે હલ્લક હલ્લક,
ખેડૂની હરખે આંખો છલ્લક છલ્લક.
આનંદે છોરાં-છોરીયું અલ્લક દલ્લક,
રમતાં ને નાચતાં ચલ્લક ચલ્લક.
