હા, તો તને થયો પ્રેમ છે
હા, તો તને થયો પ્રેમ છે
રાત્રે સુતા પહેલા “ગુડ નાઈટ” પછી પણ મેસેજ આવશે એની રાહ ,
અને સવારે ઉઠતાંવેંત એના “ગુડ મોર્નિંગ” ના મેસેજની આશ રાખતો થઈ ગયો છે ને,
તો સમજી જા દોસ્ત તને થઈ ગયો એ પ્રેમ છે.
એના “વોટ્સએપ” ની “ડીપી” અને “લાસ્ટ સીન” ઉપર આજકાલ “પીએચડી” કરતો થઈ ગયો છે ને,
તો સમજી જા દોસ્ત તને થયો એ પ્રેમ છે.
એની પસંદ નાપસંદ ને જાણ્યા પછી પોતે પણ એ પ્રમાણે જીવવાનું ચાલુ કરી દીધું છે ને, તો સમજી જા દોસ્ત તને થઈ ગયો પ્રેમ છે.
એના ચોરીછુપીથી પાડેલા સ્ક્રીનશોટ અને હાઇડ કરેલા એના ફોટા જોઈને એકલામાં બેસીને તું જે આજકાલ ખુશ થયા કરે છે ને, દોસ્ત તો તને થઈ ગયો પ્રેમ છે.
<
p>
પોતાની વાતો એની સામે મૂકતા ગભરાય છે અને એને ખોવાથી ડરે છે એટલે બહું વિચારી વિચારી ને આજકાલ વાત કરે છે ને, તો સમજી જા દોસ્ત તને થયો એ પ્રેમ છે.
પોતાની ફેમિલી, પોતાના અઝીઝ દોસ્ત અને તારા કામને છોડીને જો તું આજકાલ માત્ર એના માટે “અવેલેબલ” રહે છે ને, તો સમજી જા દોસ્ત તને થયો પ્રેમ છે.
પોતાની ”સેલ્ફ રિસ્પેક્ટ” , “લાઈફ રૂલ્સ” , અને તારા “ઈગો” ને “સાઈડ” ઉપર મૂકીને જે તું ફક્ત એ ખુશ રહે એમ વિચારતો થઈ ગયો છે ને, તો દોસ્ત સમજી લેજે તને થઈ ગયો પ્રેમ છે.
પોતાની લાગણીઓ ઉપર કાબુ રાખીને પણ મનોમન એ મારી છે એમ વિચારવા માંડ્યો છે ને, દોસ્ત તો સમજી જા તને થયો પ્રેમ છે.