કોરોનાની ભાઈ આવી કંઈક વાત છે
કોરોનાની ભાઈ આવી કંઈક વાત છે
મનુષ્યો ઘરની અંદર અને,
અબોલ જીવો બહાર છે,
પ્રકૃતિ હતી પ્રદૂષણયુક્ત ક્યારેક,
તે આજે શુદ્ધ અને સાફ છે,
કોરોનાની ભાઈ આવી કંઈક વાત છે.
અમીર, ગરીબ, અને ધર્મ એ બધી બે નંબરની વાત છે,
આજે તો માત્ર પોલીસ, ડોક્ટર્સ, અને સરકાર પાસે આશ છે,
ક્યારેક ઉઠતાં હતા સવાલો મારા ભારત દેશ ઉપર,
તો આજે હાયડ્રોક્સીક્લોરોક્વિનની કેટલાય દેશોમાં માંગ છે,
એટલે જ તો કહેવું પડે કે મારો ભારત દેશ મહાન છે,
તો સાહેબ કોરોનાની છે ને આવી કંઇક વાત છે.
કેટલાય ને લાગતો હતો મારો દેશ ગંદકી અને ગરીબીવાળો,
તો આજે મોદી સરકારની રણનીતિને લઈ કોરોનાને માત છે,
સવાલો ઉઠ્યા હતા થાળી, તાળી, ને દીવાવાળી વાત ઉપર,
પણ મોટા દેશના નેતાઓને મન નરેન્દ્ર મોદીને સન્માન છે,
તો મિત્રો કોરોનાની કંઇ આવી વાત છે.
જ્યારે મોટા મોટા દેશોમાં પરિસ્થિતી કાબૂ બહાર છે,
ત્યારે પણ દેશના નાગરિકોની કોરોનાને નાઠવાની મહેનત અપાર છે,
વધી રહ્યાં છે કેસો રોજના ભલે આ દેશમાં,
પણ દોસ્ત આ મોદી સાહેબની સરકાર છે,
એક રહીશું, ઘરે રહીશું, અને દેશને મહામારીથી બચાવીશું,
બસ મને, તમને અને આખા દેશને એકમાત્ર આશ છે,
ભાઈ કોરોનાની કંઇ આવી વાત છે.