Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

ગૃહિણી

ગૃહિણી

3 mins
6.8K


( શિખરિણી )


કર્યા દોષો કોટિ, અમિત અપરાધો તુજ તણા,

અને પીડા આપી હૃદય-તલ માંહે ત્યજી દયા.

વિના વાંકે કીધા અપરિમિત આઘાત ઉલટા.

રડાવ્યું, સંતાપ્યું સહજ રસભીનું ઉર સદા.


તથાપિ તેં ચાહી સહન સઘળું કેવળ કર્યું,

પ્રતીકારે ક્યારે પડી હૃદય ના વ્હાલ વીસર્યું;

હતી જેવી વૃત્તિ પ્રથમ દિન ભોળા હૃદયની,

હજુ તેવી વૃત્તિ વિમળ સમભાવે વિલસતી.


હજારો મુશ્કેલી પ્રણય ત્યજી નાખી તુજ પરે,

તપાવી, ખીજાવી, સતત રખડાવી શઠપણે;

તથાપિ છાયા શી સહેચરી બની સંગ વસતી.

નહિ કયારે કોપી વદન થકી દુઃશબ્દ વદતી.


વૃથા ગાજ્યો વેગે, અધિક ઉકળાટો ઉર કર્યા,

અને શંપાપાતે મૃદુ હૃદય ચીયું મમતમાં;

અકાળે ઉશ્કેરી અનિલ બહુ ઝંઝા પ્રકટતો,

કદી એકે બિંદુ શઠ જલદ ના હું વરસતો.


તથાપિ પૃથ્વી શી રજની–દિન તું નિશ્ચલ રહી,

હસીને હોંશેથી સકળ મુજ ચેષ્ટા સહી શકી, અરે ! એથી ઉંચી ! દિલ નહિ લગારે ડગમગી,

સ્થિરા તું સર્વાંશે, નહિ તુજ સમી આ વસુમતી.


સગાંના સંતાપો સહન સધળા સદ્ય કરવા,

અને વક્રોક્તિના વિકટતર ગોળા ગળી જવા;

તરંગી તોફાનો શિશુજન તણાં સહ્ય ગણવાં,

હઠીલાં હૈયાંને હૃદય પર રાખી રીઝવવાં.


સુશીલાં સંતાનો મરણ-મુખ માંહે જઈ વસ્યાં,

રહ્યા એના મીઠા સ્વર અનિલ કેરા ઉદરમાં;

કદી કર્ણદ્વારે પ્રકટ થઈને આવી પઢતા,

શમેલા સંતાપો અહમહમિકાથી ઉલટતા.


અનેરો એ અગ્નિ સલિલ વિણ હા !

શાંત કરવો, છતે આપત્કાળે ઉર નહિ વિપદ્ધર્મ ધરવો;

રહ્યું રોવું તોએ જગ-જન કને નિત્ય હસવું,

થતું ઉડું ઉડું હૃદય દૃઢતાથી દબવવું.


અરે! એ કર્ત્તવ્યો જરૂર અકળાવે જગતને,

પડે તેને વાગે કદર કશી ના અન્ય ઉરને;

પરંતુ એ પ્રૌઢો હૃદયભર રાખી હૃદયમાં,

પ્રપચેામાં પેસી સતત વસવું સૃષ્ટિતલમાં.


અને તેાએ ભાર ઉર તણું સમારાધન ખરૂં,

સ્થિતિ સર્વે સાચી, પણ ફરજનું બંધન ખરૂં !

અધીરી આજ્ઞાઓ પળ-વિપળ દોડે પ્રકટતી,

શકે માપી જેવા હૃદયરસસિંધુ ઉલટતી.


વ્યથા મારી એ તો રજ સમ છતાં પર્વત સમી,

અને તારી પીડા ગિરિ સમ છતાં પર્વત સમી;

અરેરે ! અન્યાયે, વિષમ નયને નિત્ય નિરખી !

તથાપિ પ્રીતિના પુનિત પગથી ના લવ ચળી !


અનેરી ઈચ્છાઓ પ્રતિદિન પ્રસંગે પ્રકટતી,

પરંતુ એ મારા હૃદય ભણી નિત્યે નિરખતી;

વિના યત્ને સાધી કઠિનતર તું સંયમ શકી,

વિના યોગાભ્યાસે ઉર વિલસતો યેાગ ઉતરી.


કદી ક્રૂરાઘાતે હૃદય ધૃતિ-સીમા ત્યજી જતું,

પડીને એકાંતે અબળ બની નિઃશબ્દ રડતું;

પરંતુ એમાં એ નહિ પ્રણયની ઉણપ કશી,

અને ઉંડી ચિંતા મુજ કુશળની તો ઘડી ઘડી.


અરે ! એ વૃત્તિનો, પુનિતતર દૈવી પ્રણયનો,

અમૂલ આત્માને, રસભરિત ભોળા હૃદયનો;

ક્યા યત્ને વાળું ઉપકૃતિ તણે કૈંક બદલો ?

વળે શા વ્યાપારે શિર પર ચડેલું ઋણ અહો?


સ્તુતિના શબ્દોથી અભિલષિતના પૂરણ થકી,

હજારે હારોથી, પ્રતિપ્રણયના વર્ષણ થકી;

સદાની સેવાથી ગુણકથન કેરા કવનથી,

કરોડો આભારો, નહિ ઉર થકી જાય ઉતરી.


પુનર્જન્મે પૂજું ગૃહિણી બની તારા હૃદયને,

ઉમંગે આરાધું નવલ રસથી નિત્ય તુજને;

અને આ આત્માને તુજ ચરણ પાસે ધરી રહું,

વ્યથા સર્વે વાળી મુજ હૃદય માંહે ભરી રહું !


પરંતુ એ આશા અવર ભવની કેમ ઉચરૂં ?

અરે ! શાને તારા વિમળ ઉરનું વંચન કરૂં?

અહીં ને અત્યારે સકળ મુજ સ્વામિત્વ વીસરૂં,

અભેદે આત્માના, ઉભય ઉરમાં ઐકય પ્રકટું.


તપોનું, તીર્થોનું, સુર સકળનું ને પ્રભુ તણું, કળાનું.

વિદ્યાનું, પરમપદનું, સત્યપ્રણયનું; શ્રુતિનું,

ભક્તિનું તુજ હૃદય આવાહન કરૂં,

રમી એમાં રંગે ભવ-જલધિતરે જઈ વસું.


Rate this content
Log in