Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ગાંધીજીના જન્મદિન

ગાંધીજીના જન્મદિન

1 min
324


'બમણા વધજો બેટડા ! (અને) શિષ્ય સવાયા થાય!'

એ તો કેહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય ?

પ્યાલા ભર ભર પાય (એવો) મૂર્શદ તો એક જ દીઠો.


પગલે પગલે પારખાં, દમ દમ અણઇતબાર,

શાપો, ગાળો, અપજશો ભરિયાં પોંખણ–થાળ;

કૂડાં કાળાં આાળ, ખમનારા ! ઝાઝી ખમા.


બાબા ! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,

મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;

રુદિયે ભરી વરાળ, હસનારા ઝાઝી ખમા !


પૈસે પૈસે ફૂટ–પટી, વાદોની વેચાય,

એ ગજ–પટીએ મુલકના હિમગિરિરાજ મપાય;

દિનડા એ પણ જાય ! જીરવણહાર જીવો ઘણું !


Rate this content
Log in

Similar gujarati poem from Classics