એક બીજા
એક બીજા
કેવો દોરા વગરનો ચુંબકીય પ્રેમ,
કે તું ને હું એક બીજા સામે ખેંચાવી,
કેવો સ્પર્શ્યા વગરનો ચુંબકીય પ્રેમ,
કે તું ને હું એક બીજા સાથે અનુભવીએ,
કેવો જોયા વગરનો ચુંબકીય પ્રેમ,
કે તું ને હું એક બીજા સામે જોઈએ,
કેવો વાતો વગરનો ચુંબકીય પ્રેમ,
કે તું ને હું એક બીજા સાથે બોલીએ,
કેવો ઈર્ષાઓ વગરનો ચુંબકીય પ્રેમ,
કે તું ને હું એક બીજા સાથે સમજીએ.

