કરામત એક
કરામત એક
1 min
229
છે કરામત એક સૂરજમાં,
જાતે બળીને અજવાળું આપી ગયો,
છે કરામત એક ફૂલમાં,
સુગંધ આપીને હવામાંં પ્રસરી ગયું,
છે કરામત એક પાણીમાંં,
અમૃત આપીને તરસ છીપાવી ગઈ,
છે કરામત એક ધરામાંં,
જીવન મૂકીને રહસ્ય બની ગયું,
છે કરામત એક ગગનની,
જગ્યા આપીને મુક્ત થઈ ગયું,
છે કરામત એક કવિમાંં,
કલમ ઉપાડીને કાવ્ય લખાઈ ગયું.
