STORYMIRROR

Manoj Navadiya

Others Children

3  

Manoj Navadiya

Others Children

ગોઠવણી

ગોઠવણી

1 min
271


કુદરત તારી ગોઠવણી કેવી, 

કહું અદભૂત કે અવર્ણનીય, 


છે અનંત સમય તારો, 

ના માપી શકે કોઈ તે સાચો, 


છે લાખો તારાઓ બ્રહ્માંડમાં, 

બેઠેલાં બધાં એક સાથે, 


કુદરત તારી ગોઠવણી કેવી, 

કહું અદભૂત કે અવર્ણનીય, 


છે નવ ગ્રહો આકાશમાં,  

ફર્યા કરે સૂરજની પાછળ,


છે ક્ષણિક જીવન ધરા પર, 

કર્મ કરતાં એકબીજા સાથે.


Rate this content
Log in