STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

એ ત્રણસોને

એ ત્રણસોને

1 min
720


તમારું સ્થાન ત્યાં ન્હોતું—ન દિલ્હીની દિશામાં

ન ચર્ચા કે દલીલો કાકલૂદી વેરવામાં.

અરે એ પાયતખ્તોની કબર પર ઝૂકવામાં

અને લોબાન મોંઘો બાળવામાં સ્થાન ન્હોતું.


અરેરે ઉત્તરે ચાલ્યા ગયા દક્ષિણ ભૂલી !

દિશા સાચી હતી, પાસે હતી, તેને જ ભૂલી,

અહીં આત્મા હતો, ત્યાં ખોળીઉં એ વાત ભૂલી,

કદમ ભૂલી પ્રભુના મસ્તકે ચડવા ગયા શું !


તહીં બેઠા રહી થપ્પડ સહી, વક્કર ગુમાવ્યો,

ખસમ બે આઈ ઘેલી ! ક્યાંઈ બેટો હાથ ના'વ્યો,

વલોવ્યાં નીર યમુનાનાં ન પીંડો બ્હાર આવ્યો,

ન સામો સાદ આવ્યો તો ય શું બેઠા રહ્યા ત્યાં ?


કહ્યું જો હોત કે 'થાનક અમોએ ફેરવ્યાં છે,

અમારો ધાન-થાળી ને પથારો ત્યાંજ ત્યાં છે,

'અમારાં કરબલા કાશી અને કૈલાસ ત્યાં છે, ૧૫

'હૃદય ત્યાં છે, મગજ ત્યાં છે, સમુચ્ચો પ્રાણ ત્યાં છે –


અમે એ ધૂળમાં બેસી ભજન ગાશું પ્રભુનાં,

'હશે જો આંખમાં તો ખેરશું બે આંસુ ઊનાં;

'ચડ્યા છે થાક તે ખંખેરશું અમ કાળજૂના:,

અરે જો એટલું કહેવા હતે બળ વાપર્યું ના !

તો —

બચત કાગળ કલમ રૂશનાઈ, થોડાં થૂક મોંના,

બચત ઈજજત અને અરમાન ઘરની ઓરતોનાં,

ઉકાળા લોહીના પણ ઉગર્યા હત આપના સૌના;

વળી પરખાત પણ નૈ, છો કથીર કે શુદ્ધ સોનાં !


Rate this content
Log in

Similar gujarati poem from Classics