STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

એ મને ન ગમે

એ મને ન ગમે

1 min
14.9K


બાપા બાને વઢે ને બા બાપાનું મોઢું તોડી લે, એ મને ન ગમે.

બાપા બધાને રોફ મારે ને બા બિચારી કામ કરે, એ મને ન ગમે.


બા બેઠી બેઠી વાંચ્યા કરે ને બાપા ઘરમાં કામ કરે, એ મને ન ગમે.

બા મારી ભેર તાણે ને બાપા મને વઢે, એ મને ન ગમે.


બાપા મારી ભેર તાણે ને બા મને વઢે, એ મને ન ગમે.

બા બેન પાસે કામ કરાવે ને મને કહેશે પાઠ કર, એ મને ન ગમે.


બાપા બેનને રમાડે ને મને બધું કામ ચીંધે, એ મને ન ગમે.

બા બેનને વખાણે ને મને કહેશે 'અળખામણો', એ મને ન ગમે.


બા મને ડાહ્યો કહે ને બેનને બા ગાળ દે, એ મને ન ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics