એ લીલું પાન
એ લીલું પાન
આશા જગાડી ગયું, એ લીલું પાન...!
મન હરી ગયું, એ હરીતકણથી ભરપૂર પાન...!
આંખોમાં લીલોતરી ભરી ગયું, એ લીલું પાન...!
કેટલીક ઉમ્મીદો સાથે ઊગતું, એ લીલું પાન...!
સપનાંઓને સહારો આપતું;
મારા ઘરનાં કુંડામાં ઊગતું, એ ડાળખીનું લીલું પાન...!
વરસાદની બૂંદથી ભીંજાતું, એ લીલું પાન...!
પવનનાં નાના જોકાંથી ડોલતું, એ લીલું પાન..!
મારા મનને મોહતું, એ લીલું પાન...!
પ્યારું-વ્હાલું એ લીલું પાન..!
કુદરતી સૌંદર્ય પાથરતું, એ લીલું પાન...!
