દીકરી
દીકરી
દીકરી એટલે,
કોઈક વૈશાખી ઊની બપોર,
તો કદીક, શરદ પૂનમની,
શાંત શીતળ ચાંદની.
દીકરી એટલે,
શિયાળાનીળાની સવારે,
પુષ્પની પાંખડી પરનું ઝાકળ,
તો કદીક ફરરર્ ફરરર્,
વાતો વાસંતી વાયરો.
દીકરી એટલે
ભીનિ ભીનિ સાંજે આકાશે,
ઉભરતું મેઘધનુષ,
તો કદીક ખળખળ વહેતી,
સરિતાનું સૂરીલું સંગીત.
દીકરી એટલે,
સાગરની ભરતીએ કાંઠે,
ટકરાતું ઘૂઘવતું મોજું,
તો કદીક નિર્દોષ નિખાલસ,
માસમૂ મોહક પતંગિયું.
દીકરી એટલે,
એક કાંકરીચાળે,
સરોવરમાં ઉઠતાં તરંગ,
તો કદીક હાથની,
બંધ મુઠ્ઠીમાં પકડેલી રેત.