Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Patel

Romance

2  

Pragna Patel

Romance

દાંપત્યની સપ્તપદી

દાંપત્યની સપ્તપદી

2 mins
6.8K


 

સપ્તપદીના સાત ફેરા

તો ઝડપભેર પૂરા થઇ ગયા હતા.

મંગલ વરતાયાં હતાં ઢોલ ને ગીતોના સથવારે..

ગોર મહારાજ વિધિ આટોપતા હતા,

બેય પક્ષના સ્નેહીઓ પણ રાહમાં,

છેલ્લો ફેરો પૂરો થાય ને...

લાડોલાડી કંસાર જમે- જમાડે એકબીજાને..

સહજ છે,

આપણેય હતા આપણા લગનના હરખમાં ભરપૂર...

લગ્ન વિધિ અને સંસ્કાર,

અને એથીય અધિક

એવું થોડું સમજતા હતા, ઘણાએ સમજાવેલું પણ ખરા.

ધોળે દિવસે આકાશના તારા જેમ દેખાતાં સપના

ઝબૂક ઝબૂક કરતા એ દિવસો...

બધુંયે રંગીન રંગીન... સોનેરી સોનેરી...

ચારે કોર જાણે મેઘધનુષ્યોનો મેળો...

પૈડા વિનાનો સમય સરતો રહયો... આપણેય ...

ઉમંગોના ઘોડાપૂર ટકે ય કેટલું ?

એકબીજાના ચહેરા જોઇ જોઇને કેટલા જોવાય ?

તે... બેય ગુંથાણા પોતપોતાના કામે

એકે સંભાળ્યું ઘર ને... રસોડું ને...

બીજાએ બે છેડા ભેગા કરવા મૂકી દોટ...

હવે,

કદીક કદીક એકબીજા સામે જોવાય પણ છે,

ન જોયા જેમ...

એકબીજાનું કીધું અડધું આ કાને

ને અડધું...

ગુલાબની કળી જેવા શબ્દો બિચારા

ચીમળાઇ ગયા છે.

અને કદી કદી વાસણો ખખડી પણ ઊઠે છે !

આકાશના તારા હવે રાતેય ઝબૂકતા નથી,

મેઘધનુષ્યો તસ્વીરે ટીંગાઇ ગયા છે,

ઉમંગ ને હરખ ને... સોનેરી રંગીન સઘળું શમી ગયું છે...

પહેલાં બાળકો

અને હવે વૃદ્ધ મા-બાપ

વેળા કવેળા બોખા મોંએ તાકયા કરે

ને મમ્ મમ્ માગે,

ભીની થઇ જતી પથારી

અને ઉજાગરામાં આળોટતી આંખો...

કોણે કીધું, પેટ કરાવે વેઠ ?

ઘર કહો, માયા કે લાગણી, એ દોડાવીને થકવી દે છે... 

દીકરા દીકરીના મંગળ વરતાયાં...

આપણે એના એ જ.

હવે આંખો ઝાંખું ભાળે છે,

ત્યારે એકબીજાના ચહેરાને પીધા કરીએ છીએ,

હાથ ધ્રુજે છે

ત્યારે એકબીજાને સ્પર્શ્યા વિના પંપાળીએ છીએ,

ઢીંચણ ને પગ બેય કહયામાં ઓછાં છે,

ત્યારે એકબીજાને ટેકો આપવા આતુર છીએ.

હવે સાંભળવું છે બોલેલું નહીં બોલાયેલું સઘળું,

ને કાન થોડા બધિર બન્યા છે...

પેલા સપ્તપદીના ફેરા

આપણે એકબીજાના સહવાસમાં ફરીએ છીએ રોજેરોજ...

  


Rate this content
Log in

Similar gujarati poem from Romance