ચાલને કઇંક કરીએ
ચાલને કઇંક કરીએ
ચાલને કંઇક કરીએ, એવું તો શું કરીએ,
આપણે કરીએ અને બીજાનું ભલું થાય
ભાઈ અમે તો એવું જ કંઇક કરીએ...
તું લે તગારું, હું લઉં સાવરણો, શેરી સફાઈ કરીએ,
સ્વચ્છ શેરી થકી ગામ સ્વચ્છ કરીએ,
ભાઈ અમે તો એવું જ કંઇક કરીએ...
તું લે ડોલ, હું વીણું પ્લાસ્ટિક, ગામ સફાઈ કરીએ,
ધરતીને સાથે આપને પર્યાવરણ બચાવીએ,
ભાઈ અમે તો એવું જ કંઇક કરીએ...
ઘર ઘર શૌચાલય આપણા શૌચ માટે વાપરીએ,
સ્વચ્છતાની સાથે અમે સ્વાસ્થ્ય સાચવીએ,
ભાઈ અમે તો એવું જ કંઇક કરીએ...
તું લે સાવરણી, હું લઉં સાવરણો, શાળા સફાઈ કરીએ,
સ્વચ્છ શાળા થકી અમે તો સ્વચ્છ ભારત કરીએ,
ભાઈ અમે તો એવું જ કંઇક કરીએ...
ચાલને કંઇક કરીએ, એવું તો શું કરીએ,
આપને કરીએ અને બીજાનું ભલું થાય
ભાઈઅમે તો એવું જ કંઇક કરીએ...
