STORYMIRROR

Dalpatram Ram

Classics Inspirational

0  

Dalpatram Ram

Classics Inspirational

અરે રુડો માનવ દેહ આવ્યો

અરે રુડો માનવ દેહ આવ્યો

1 min
480


અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.

તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું.


ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો,

ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ.


સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો,

તો વાગશે નિર્ભયનું નગારુ, કરો કરો કાંઈક કામ સારુ.


હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યુ તે જ સદૈવ સાથે ;

બીજુ નહી એક મળે બુઝારું, કરો કરો કંઈક કામ સારુ,


જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીન નહિ શ્રેષ્ઠ જાણો;

જરે કરીને ન રમો જુગારુ, કરો કરો કાંઈક કામ સારુ.


આયુષ્યમાંથી પળ ઓછી થાય, મહામુલી તે નહિ મેળવાય;

જરૂર આ જીવન છે જનારુ, કરો કરો કાંઈક કામ સારુ.


મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;

વિશેષ શુ વર્ણન હું વધારું, કરો કરો કાંઈક કામ સારુ.


નથી નથી નિશ્વલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્વલ નરિનેહ;

અંતે થશે તે સઘળુ6 અકારુ, કરો કરો કાંઈક કામ સારુ.


મનુષ્યકાયા નથી મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષી ઘાટે;

અખંડ સ્વર્ગે સુખ આપનારુ, કરો કરો કાંઈક કામ સારુ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics