અમલમાં છે
અમલમાં છે
ન કર ચિંતા મળી જાશે જરા શોધો બગલમાં છે,
નથી આસાન કંઈ સમજાવવું જાણી અમલમાં છે,
નજરથી રાખ મર્યાદા અહીં સૌની, કવનમાં તો,
કહી દીધું કહેવાનું હતું, સઘળું ગઝલમાં છે,
ન લોપી રામની આજ્ઞા કદી તોયે ચડે ત્યાં બાણ,
લડાઈ આખરી લડવા હવે સાથી મજલમાં છે,
મચાવીને ઘણો ઉત્પાત બેસી તો ગયાં સાથે,
સગાઈ એમની જો યાદ કરશો જે અસલમાં છે,
સવાલોના જવાબો શોધવા કરશે કવાયત ખૂબ,
કદી એને ખબર પડશે જવાબો પણ પઝલમાં છે,
નમીને માન દેશું રામ સમક્ષ કર પ્રતિજ્ઞા આજ,
મનાવીને ઉજાણી કર, ચલો સાથે મહલમાં છે,
અગન લાગી લગાવી દિલ મહીં એણે બની ભમરો,
મળી જાશે અચલ શાંતિ ભમરને ત્યાં કમલમાં છે.
