અભિસાર
અભિસાર
વર્ષાની ની એ સંધ્યા ખૂબસૂરત હતી,
પલળેલા પર્ણો નો આહલાદક ધ્વની ,
એ બંને ભીંજાતા વરસાદ માં,
પલળાયા હૃદય માટી ની સોડમ માં, માદક વાદળ માં,
એની ભીની લટ માં,
એની પલળેલી આંખો માં,
એના હોંઠ પરથી પડતા વર્ષના બિંદુ,
અને એક ધબકાર ચૂકી ગયું હૃદય,
એ બંને સાથે રેલાતો, વરસતો પ્રેમ,
ને પવન ની રેલાતી મહેક,
પ્રેમ નો અગાધ દરિયો જાણે એકબીજા માં,
હજારો કરોડો વર્ષો સુધી ખોવાઈ જવા મથી રહ્યો.
બંને પલળાતા રહ્યા પ્રેમ ની મુગ્ધ આંખો માં,
નિજાનંદ નો આનંદ હતો એમ,
જીવન ના નિર્વાણ ને માની લેવાની પરિતૃતિ,
વિશ્વ ની તમામ ખૂબસૂરતી વાણી લેતી એ સાંજ,
અત્યંત કોમળ અને નાજુક બે મન ક્ષૃણાંધ માં એક થયા,
જિંદગી ને આંખાં પલકારે પામવાની કટિબદ્ધતા,
વર્ષાથી ભીંજાતોં એ વૃક્ષ જિંદગીની દરેક પળે રેહશે.
એની નીતરતા લાવણ્યથી અભિભૂત થયેલો પ્રેમ
આસક્તિ માં ખોવાયેલું અનુરાગ નું અસ્તિત્વ, એ સાંજ જાણે
વર્ષો બની રહેસે, એનો સાક્ષાત્કાર હતો, એ સ્મિત માં
અદભૂત ચિદાનંદ હતો બંને આંખો માં ઉષ્માનો,પ્રેમનો,
મુગ્ધતા નો પ્રતિકારનો, ઊર્મિઓનો.
એ સ્પર્શ માં સ્નેહ હતો,
એ અદભૂત હતી અને એના પ્રેમમાં વીંટાયેલો એ યુવક અનુપમ હતો,બંને સર્જાયા હતા,
એકાકાર થવા,એક નવું વિશ્વ સર્જવા, જ્યાં પ્રબુધતાં અર્થ : માત્ર પ્રેમ હોય.

