આવોને વસંતરાણી
આવોને વસંતરાણી
આવો આવોને વસંતરાણી,
ફૂટતી કૂંપળ જોઈ હું હરખાણી,
ખેરી ખેરીને પર્ણ પાનખર તું પસ્તાણી,
ખીલતાં ફૂલોને જોઇ હું મલકાણી,
ઓઢી ઓઢણી કેસૂડે જાણે કેસરિયારાણી,
હોળી એ ગુલાબી યાદો લાવી જાણી,
કોયલનો સાંભળવાને સાદ,
આંબા તને હવે જાહોજલાલી,
ધૂજતી ડાઢીએ બાળક ગુલાબી ઠંડીમાં બોલ્યું,
ઓઢવા દેને સોળ મારી ઠંડીની રાણી,
હૈયું હેલે ચડ્યું વસંત વાયરે,
જાણે પાનખરની વાત વીસરાણી,
કંઠ માધુર્ય કોયલનું સાંભળી,
ગુંજનથી કુંજ હું કુંજે લહેરાણી,
આવો આવોને વસંતરાણી,
ફૂટતી કૂંપળ જોઈ હું હરખાણી.
