સ્મિત છે તમારું
સ્મિત છે તમારું
1 min
13.4K
વમળો મઘ્યે વંટોળાય એવું સ્મિત છે તમારું,
મોંજા સાથે ઉછળી જાય એવું હેત છે તમારું.
ચમકતા પ્રકાશે પલભર માં કેદ થઇ જાય એવું સ્મિત છે તમારું,
અંધકારે અાછેરું છવાય જાય એવું મિત તમારું.
સાગરને છલોછલ છલકાવી જાય એવું સ્મિત તમારું,
વહેતી સરિતાનું ધ્વની બની જાય એવું વ્હાલ તમારું.
સંગીત-સૂર રેલી જાય એવું સ્મિત તમારું,
સૂર-સરગમ અાપી જાય એવું ગીત તમારું.

