STORYMIRROR

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

આવેલ આશા ભર્યા

આવેલ આશા ભર્યા

1 min
421


આશા ભર્યા તે અમે આવિયાં ને

મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા... (૨)

શરદપૂનમની રાતડી ને

કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે… આવેલ… (૨)

વૃંદા તે વનના ચોકમાં

કાંઈ નામે નટવરલાલ રે… આવેલ… (૨)

જોતાં તે વળતાં થંભિયાં

ઓલ્યા નદિયું કેરા નેર રે... આવેલ… (૨)

અષ્ટકુળ પર્વત ડોલિયા ને

ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે… આવેલ… (૨)

મે’તા નરસૈયાના સ્વામી શામળિયા

સદા રાખો ચરણની પાસ રે… આવેલ… (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Classics