આત્મ શોધ
આત્મ શોધ


મને શોધતો રહ્યો હું જ ક્યાંક મારામાં,
પછી ખબર પડી કે હું જ નથી રહ્યો મારામાં.
વિચારતા વિચારતા મને એક વિચાર આવ્યો કે,
હુંજ ખોવાય ગયો છું ક્યાંક મારામાં.
હતી જિંદગી બહુંજ મજાની,
પણ એ દિવસો હવે ખોવાઈ ગયા.
બાળપણની એ યાદો હજી પણ મને યાદ છે,
પણ હવે લાગે છે કે એ યાદો પણ ક્યાંક ખોવાઈ ગઈ છે.
હતો એ સમય જીવન નો બહુંજ કિંમતી,
જેની હવે ખાલી યાદો જ યાદ છે.
મને શોધતો રહ્યો હું જ ક્યાંક મારામાં,
પછી ખબર પડી કે હું જ નથી રહ્યો મારામાં.